GUJARATSABARKANTHA

જિલ્લાની એક શાળામાં વર્ષ 2023 થી 24 પ્રવેશોત્સવ માટે ની 5100 સાઇકલો ભંગાર હાલત હવે સરકારે પાછી મંગાવી એક સાઇકલ ની કિંમત 4400 રૂપિયા

જિલ્લાની એક શાળામાં વર્ષ 2023 થી 24 પ્રવેશોત્સવ માટે ની 5100 સાઇકલો ભંગાર હાલત હવે સરકારે પાછી મંગાવી એક સાઇકલ ની કિંમત 4400 રૂપિયા

સરકાર દ્વારા પછાત વર્ગના લાભાર્થી વિદ્યાર્થીઓને ધોરણ આઠ પછી શાળાએ આવવા જવા માટે સરસ સુવિધા મળી રહે અને બની રહે એ હેતુસર દર વર્ષે આપવામાં આવતી સાયકલો જે તે એજન્સીએ ઉતારી દીધા બાદ સરકારે સાયકલો સ્વીકારવાની સ્થાનિક તંત્રને ના પાડતા વર્ષ 2023 24 પ્રવેશોત્સવની 5100 સાઇકલો ભંગાર બનેલી હાલતમાં જોવા મળે છે આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા એજન્સીને બે વાર સાયકલો પરત લઈ જવા પણ જાણ કરી છે સૌથી મહત્વનુંજાણવામાં મળે છે કે સરકારે આ સાયકલોનું ચુકવણું પણ કરી ન હોવાનું બહાર આવી રહ્યું છે જિલ્લાના પછાત વર્ગના ધોરણ આઠ પછી શાળામાં આવવા જવાની સમસ્યા ને કારણે અભ્યાસ છોડી ન દે અને ડ્રોપ આઉટ રેશિયોમાં સુધારો આવે તે માટે સરકાર દ્વારા પ્રવેશોત્સવ દરમિયાન દર વર્ષે વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે વર્ષ 2023 24 ના પ્રવેશોત્સવ દરમિયાન સપ્લાય દ્વારા દર વર્ષની જેમ તે જગ્યાએ એજન્સી એ સાયકલો ઉતારી દીધી હતી પરંતુ સરકારમાંથી કોઈ સૂચના ન આવતા તમામ સાયકલો બાળકોને વિતરણ કરાવવામાં આવી ન હતી જેને પગલે સાયકલોનો ભંગાર જોવા મળે છે જોકે આ અંગે આદિજાતિ નિગમના ડીએસ ચૌધરીએ જણાવ્યું કે દર વર્ષે જે તે જિલ્લામાં અગાઉથી નક્કી કરેલ સ્થળોએ સાયકલો ઉતારી તેનો ફીટીંગ કરી ત્રણ અલગ અલગ જાતિઓ ના કુલ ત્રણ સંલગ્ન કચેરીઓમાં ફાળવી દેવામાં આવતી હોય છે અને બે દિવસમાં વિદ્યાર્થીઓને આપી દેવા માં આવે છે પરંતુ વર્ષ 2023 થી 2024 માં અહિં સાયકલો ઉતરી ગઈ છે પરંતુ બાળકોને વિતરણ કરવા કોઈ સૂચના ન આવતા ઉચ્ચ કક્ષાએ જાણ કરતા તારીખ 15 7 2024 ના રોજ વળી કચેરીએ સૂચના આપી હતી આ સાયકલો વિતરણ કરવામાં આવવાની નથી અને એજન્સીને સાયકલ ઉઠાવી લેવા સૂચના આપો જેથી એજન્સીને બે વખત જાણ કરાય છે તેમણે ઉમેર્યું કે એક સાયકલ અંદાજે 44 00 રૂપિયાની થાય છે અને 5100 જેટલી સાયકલો ઉતરી છે પરંતુ સરકાર દ્વારા તેનો ચુકવણું કરાવી નથી જે હોય તે પરંતુ બોલો હવે શું કરવું અને કોને કહેવું

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!