જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા 516 બ્લડ બોટલ નો રેકોર્ડ
1 જુન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ટીમ દ્વારા સતત ચોથા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન પાલનપુર માતૃશ્રી એસ. બી. વી ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે આયોજન કરવા મા આવ્યું અને 516 બ્લડ બોટલ એકત્રિત કરવા મા આવ્યું. ટીમ ના ફાઉન્ડર મેમ્બર્સ ભૂપતસિંહ રાજપૂત એડવોકેટ ને જણાવ્યું હતું કે ગરમી મા બ્લડ આસાની થી મળતું નથી.દર્દીઓ હેરાન થતા હોઈ છે તો તેમને આસાની થી બ્લડ મળી રહે તેવો પ્રયાસ છેલ્લા 4 વર્ષ થી ઉનાળા ની કાળજાળ ગરમી મા બ્લડ ડોનેશન કેમ્પ કરી લોકો ની મદદ કરવા નો પ્રયાસ કરી રહી છે અમારી ટીમ આજ ના બ્લડ કેમ્પ મા તમામ સમાજ ના તમામ ધર્મ ના બ્લડ દાતા ભાઈયો અને બહેનો દ્વારા દિલ થી બ્લડ ડૉનેટ કર્યું હતું. ટીમ દ્વારા તમામ બ્લડ દાતા ને ટ્રોલી બેગ, મહારાણા પ્રતાપ નો ફૉટો, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી ને સન્માન કરવા મા આવ્યું હતું., બ્લડ ડોનર ને ગમે ત્યારે બ્લડ મળી રહે તેવી 100 % ખાત્રી ટીમ દ્વારા આપવામાં આવે છે આ ગ્રુપ કોઈ એક સમાજ નું નહિ પણ સર્વ સમાજ ના ભાઈયો જોડાયેલા છે કોઈ પ્રમુખ નથી મંત્રી નથી સેવા ના ઉદ્દેશ કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. તમામ મેમ્મ્બર્સ સભ્ય જ છે. આ સિવાય પણ અનેક સેવાઓ મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ટીમ કરે છે