GUJARATKUTCHMANDAVI

ભુજ ના સ્મૃતિવન ખાતે ૭૬માં પ્રજાસતાક દિવસની ઉજવણી એક શામ શહીદો કે નામ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૪ જાન્યુઆરી : ૭૬માં પ્રજાસતાક દિન ૨૬ મી જાન્યુઆરી ની ઉજવણી અને કચ્છમાં આવેલ ભયાવહ ભુકંપ માં જીવ ગુમાવનાર સૌ દિવંગતો અને સ્વજનોને સ્મરણાંજલી અર્પણ કરતાં કચ્છ ના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા ની પ્રેરણા અને સહકાર સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સ્મૃતિવન ભુજ મધ્યે ભારત માતાના પૂજન એવમ દેશની રક્ષા કાજે બલિદાન આપનારા અમરજવાનો ને શ્ર્દ્ધાંજલી, ભુકંપ માં જીવ ગુમાવનારાઓ ને સ્મરણાંજલી અર્પણ કરતાં સાંજે ૫:૦૦ કલાકે “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. જેમાં લોક ગાયક શ્રી ઉમેશભાઇ બારોટ, લોક ગાયીકા દેવાંગી પટેલ અને અક્ષય જાની & ગ્રુપ કાર્યક્રમ માં રસલહાણ પીરશસે.આ કાર્યક્રમ માં જનતા જનાર્દન ને ઉપસ્થિત રહેવા કચ્છના સાંસદશ્રી તથા ગુજરાત ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડાએ અપીલ કરી હતી.

Back to top button
error: Content is protected !!