હાલોલના લીમડી ફળિયા ખાતે રહેતી 9 વર્ષીય માહિરાબાનુ એ રમઝાન માસના રોઝા રાખી ખુદાની બંદગી કરી.
રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૩૦.૩.૨૦૨૫
હાલોલ નગરના લીમડી ફળિયા ખાતે રહેતી 9 વર્ષીય માહિરાબાનુ મેહમુદભાઈ દાઢી ઉર્ફે રાજા એ રમજાન માસના તમામ 29 રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી.મુસ્લિમ સમુદાયના રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો હતો.મુસ્લિમો પોતાના રબને રાજી કરવા પવિત્ર રમજાન માસ દરમિયાન રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા હતા. જેમાં નાના ભૂલકાઓ પણ કાળજાળ ગરમીમાં રોજા રાખી રહ્યા હતા મુસ્લિમ સમુદાયના વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર રમઝાન માસ ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે.અને રમઝાનનો પવિત્ર મહિનો મુસ્લિમો માટે ખૂબ જ ખાસ છે, જેમાં મુસ્લિમો 29 કે 30 દિવસ સુધી ઉપવાસ રાખે છે. દરેક પુખ્ત અને સ્વસ્થ વ્યક્તિ માટે ઉપવાસ રાખવા ફરજિયાત છે. ઉપવાસ એ ઇસ્લામના પાંચ સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે.ત્યારે હાલોલ નગરના લીમડી ફળિયા ખાતે રહેતી 9 વર્ષીય માહિરાબાનુ મેહમુદભાઈ દાઢી ઉર્ફે રાજા એ રમજાન માસના તમામ 29 રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી.જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ માહીરાબાનું ને શુભેચ્છાઓ પાઠવી હતી.