GUJARATSURENDRANAGARWADHAWAN

ગુજરાત ગેસમાં 50 વર્ષની વયમર્યાદાવાળા સીક્યુરીટી સ્ટાફને છુટા કરાતા રોષ ફેલાયો

તા.03/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગુજરાત ગેસના સીક્યુરીટી સ્ટાફ તરીકે અમને 50 વર્ષ થયા છુટા કરતા ન્યાય મેળવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં અમો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત ગેસમાં સીક્યુરીટી કર્મચારી તરીકે ફરજ બજાવીએ છીએ અને દરેક સીક્યુરીટી કર્મચારીઓએ હંમેશા ગુજરાત ગેસમાં પ્રમાણીક તાથી અને નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી છે અમારી કામગીરીથી આજ સુધી ગુજરાત ગેસને અમારી કામગીરી બાબત કોઇ ફરિયાદ કે અસંતોષ નથી ગત તા.31ના રોજ અમોને 50 વર્ષ પૂર્ણ કરનાર સીક્યુરીટી કર્મચારીઓને કોઇ પણ જાતની આગોતરી સુચના કે જાણ કર્યા વગર જ છુટા કરવામાં આવ્યા છે તેથી જાણ કરવામાં આવી છે આ જાણ થતાં જ અમો અચાનક જ બેકાર થઇ ગયા છીએ અને અમારો પરિવારનો નિભાવ અમો ગુજરાત ગેસની આવક પર કરવા હોય અમારો પરિવાર પણ નીરાધાર થઇ ગયો છે અમો શારિરીક સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં 50 વર્ષની ઉંમરના એજન્સી અને ગેસ કંપનીના કરાર આધારિત છુટા કરવામાં આવે છે તેમ જણાવેલ. આ બાબત અમે જવાબદાર અધિકારીઓ સાથે વાત કરતા તેઓનો સંપર્ક થઇ શક્યો નથી પરંતુ બીન જવાબદાર લોકો દ્વારા અમોને ધમકી ભર્યા સ્વરે અમારા સહી સીક્કાવાળા કાગળ એજન્સી પાસે હોય અને આ સંદર્ભે વિશેષ કાંઇ કરી શકીશ નહીં તેવી અમને ધમકી આપવામાં આવી હતી સુરેન્દ્રનગર જીલ્લાના મુખ્ય અધિકારી હોય માત્ર 50 વર્ષ પૂર્ણ થયા હોવાના કારણે અમોને છુટા કરવામાં આવે તે ગેર વ્યાજબી અને અન્યાયી બાબત હોય અમારી ઉપરોક્ત બાબત અમો બેરોજદાર અને નિરાધાર બની ગયા હોય આપની પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.

Back to top button
error: Content is protected !!