
તા.૧૯.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદના ટીમાચી ગામે ૧૯ વર્ષીય પત્નીની પતિએ ગળું દબાવી કરપીણ હત્યા કરી
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે.ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ટીમાચી ગામે માત્ર ૧૯ વર્ષની પરિણીતાની તેના જ પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા રાખીને નિર્મમ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રેમલગ્નના ટૂંકા ગાળામાં જ પતિએ પત્નીને મોતના ઘાટ ઉતારી દેતા કાયદા અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.પ્રેમસંબંધ બાદ કર્યા હતા તાલુકાના રળીયાતી ભુરા ગામના ખેડૂત રમેશભાઈ નિસરતાની પુત્રી અંજનાબેનને ટીમાચી ગામના રીતેશ રાકેશભાઈ બારીયા સાથે પ્રેમસંબંધ હતો. આશરે ત્રણ મહિના પહેલા જ તેઓ પોતાના ઘરેથી રીતેશ સાથે ગઈ હતી અને બંનેએ લગ્ન કર્યા હતા. જો કે, સુખી સંસારની શરૂઆત થાય તે પહેલા જ પતિના મનમાં શંકાના બીજ રોપાયા હતા. પતિ રીતેશ બારીયાને વહેમ હતો કે તેની પત્ની અંજનાને તેના જ જેઠ (વિપુલભાઈ) સાથે આડાસંબંધો છે, જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.રાત્રિના સમયે ખેતરમાં લઈ જઈ ગળું દબાવ્યુંગત ૧૬મી જુલાઈના રોજ સાંજે ૭ વાગ્યાની આસપાસ મૃતક અંજનાબેને તેના પિતા સાથે ફોન પર સામાન્ય વાતચીત કરી હતી અને પોતે રસોઈ બનાવી રહી હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે જ રાત્રે આશરે ૧૦ વાગ્યાના સુમારે પતિ રીતેશ બારીયા તેને ઘરથી થોડે દૂર આવેલા એક ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ગુસ્સામાં આવીને પાપી પતિએ ૧૯ વર્ષીય પત્ની અંજનાબેનનું ગળું દબાવીને કરપીણ હત્યા કરી નાખી હતી અને લાશને ત્યાં જ છોડી નાસી છૂટ્યો હતો.સવારે લાશ મળતા ભાંડો ફૂટ્યોબીજા દિવસે એટલે કે ૧૭મી જુલાઈની સવારે ટીમાચી ગામના સરપંચ મુકેશભાઈ બારીયાએ મૃતકના પિતા રમેશભાઈને ફોન કરીને અંજનાની લાશ ખેતરમાં પડી હોવાની ચોંકાવનારી જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનોએ પુત્રીના ગળાના ભાગે કાળા ડાઘ અને ઈજાના નિશાનો જોતા જ તેની હત્યા થઈ હોવાની ખાતરી થઈ ગઈ હતી.ચાકલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીઆ નિર્મમ હત્યાકાંડ અંગે મૃતક મહિલા અંજનાબેનના પિતાએ તાત્કાલિક ચાકલીયા પોલીસ મથકે પોતાના જમાઈ રીતેશ રાકેશ બારીયા વિરુદ્ધ હત્યાની લેખિત ફરિયાદ નોંધાવી હતી. ચાકલીયા પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો દાખલ કરીને આરોપી પતિ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસ તેજ કરી છે




