ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિસ્તારો સરકારી કચેરીઓ એસટી ડેપો તેમજ જાહેર સરકારી સ્થળો ઉપર સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે કેશોદના એસટી ડેપો તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા પ્રધાન મંત્રીની ઝુંબેશ સ્વચ્છતા હી સેવા નો સુંદર પ્રોજેક્ટ એસટી ડેપોમાં પખવાડિયા સુધી ચાલનાર છે ત્યારે આજરોજ બંનેના સંયુક્ત ઉપક્રમે એસ ટી ડેપો મેનેજર બી જી ભીલ સાહેબ તથા સિદ્ધરાજસિંહ રાયજાદા નાં માર્ગદર્શન હેઠળ અને ભારત વિકાસ પરિષદ નાં પ્રમુખ મહાવીર અને ટીમ દ્વારા આજરોજ સર્વ રોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ડો સ્નેહલ તન્ના, મહાવીર સિંહ જાડેજા, ભીલ સાહેબ સિધ્ધરાજસિંહ રાયજાદા દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી મહેમાનનું સ્વાગત પુષ્પ ગુચ્છ થી કરવામાં આવ્યું હતું 300 જેટલાં દર્દીઓને આવકાર હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો હાડકા ચામડી ગાયનેક દાંત ના નિષ્ણાતો ડોક્ટરો દ્વારા તપાસી નિઃશુલ્ક દવા આપવામાં આવેલ ઉપરાંત સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેન્ક નાં જય કારિયા તથા ગોસ્વામી દ્વારા 25 બોટલ એકઠી કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવેલ હતું
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ