GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં ચાંદીપુર વાયરસ સામે સચેત રહેવા આહવાન

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં દર્દીઓને વધુમાં વધુ સારી સુવિધાઓ આપવા જરૂરી ચર્ચા વિચારણા કરી ત્યારબાદ વિવિધ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓને મળી તેમને મળતી અને ખૂટતી સેવા, સુવિધા અને સ્વાસ્થ્ય સારવાર અંગે ચર્ચા કરી ચાંદીપુર વાયરસ સામે તકેદારી રાખવા ખાસ આહવાન કરાયું હતું.

ખેરગામ ખાતે મામલતદાર, પ્રાંત અધિકારી,તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઇ,માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર,સરપંચ ઝરણાબેન પટેલ, ડે. સરપંચ જીગ્નેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજયેલી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં આરોગ્યને લગતી બાબતો ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી હતી.જેમાં હોસ્પિટલમાં બેડ,નવી ચાદર,દવાઓની ખરીદી તેમજ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પેવર બ્લોક નાખવા માટે રજુઆત થઈ હતી તેમજ સફાઈ માટે પંચાયત દ્વારા મનરેગા યોજનમાંથી કામદારો ફાળવવા માંગ કરવામાં આવી હતી.ધારાસભ્ય નરેશભાઈ પટેલે હાલમાં ચંદીપુર રોગ ખેરગામ વિસ્તારમાં ન ફેલાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા સૂચના અપાઈ હતી.ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના વોર્ડમાં જઇ દર્દીઓના હાલચાલ પૂછી હોસ્પિટલની સુવિધા બાબતે સૂચન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!