GUJARATKESHOD

કેશોદમાં ધારાસભ્ય કાર્યાલય ખાતે શહેરીજનોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા શિબિર યોજાઈ

કેશોદમાં ધારાસભ્ય કાર્યાલય ખાતે શહેરીજનોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા શિબિર યોજાઈ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવાની સાથે સાથે વિમાનું સુરક્ષા કવચ પ્રદાન કરવા જાહેર કરવામાં આવેલ યોજનાઓ નો લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ ના કાર્યાલય ખાતે આજે સવારે દશ વાગ્યેથી શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું. સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યકિતગત માહિતી આપવાની સાથે સાથે આયુષ્ય માન કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ જરૂરી આધાર પુરવાઓ મેળવી ત્વરિત સ્થળ પરથી કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પારદર્શી પ્રશાસન માટે કટિબધ્ધ સરકાર ધ્વારા પ્રજાની લાગણી, માગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરીયાતમંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે ખાસ ધારાસભ્ય કાર્યાલય ખાતે શિબિર યોજવામાં આવી હતી. સુવિધાઓ અંગેની રજૂઆતોનો ઉકેલ લાવવા સમાજના તમામ વર્ગો માટે રાજય સરકારે યોજનાઓ બનાવી છે ત્યારે કાર્યક્રમના માધ્યમ થી કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા અને તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા ઉપસ્થિત રહી અરજદારો ને માહિતી પૂરી પાડી પડતી અડચણો દુર કરવા અસરકર્તા અધિકારીઓ ને સુચના આપી હતી. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ ના કાર્યાલય ખાતે આયુષ્ય માન કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ કાઢવા ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની યોજનાઓ ની માહિતી માર્ગદર્શન મેળવવાની શિબિર નો બહોળી સંખ્યામાં શહેરીજનો અરજદારો એ લાભ લીધો હતો. કેશોદ શહેર ભાજપના હોદેદારો પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!