આમોદ તાલુકાના ભીમપુરા ગામેથી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો, જાણો શું છે મામલો
પોલિસે મામલતદારની હાજરીમાં મૃતક બાળકને કબરમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી.
પોલિસે મામલતદારની હાજરીમાં મૃતક બાળકને કબરમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી.
પૂર્વ સરપંચના પૌત્રને સાપે ડંખ મારતા હોસ્પિટલના બદલે ભુવા પાસે લઈ જતા મોત.
બે કલાક સુધી સાપે ડંખ મારેલા બાળકને મંદિરે બેસાડી રાખતા આખરે શરીરમાં ઝેર પ્રસરી જતા મોત
આમોદ તાલુકાનાં ભીમપુરા ગામે એક ૧૧ વર્ષના તરુણને બીજી સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે ઝેરી સાપે ડંખ માર્યો હતો.જે બાદ બાળકના પિતા તથા તેના કાકા તેને દવાખાને લઈ જવાને બદલે ગામનાં ભાથુજી મંદિરે લઈ ગયા હતાં. અને બે કલાક સુઘી ઝેર ઉતારવાના બહાને તેને બેસાડી રાખ્યો હતો. ત્યાર બાદ તેને આમોદ સરકારી દવાખાને લઈ જતાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસે મૃતક બાળકના પિતા તથા તેના કાકા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ પોલીસે આમોદ મામલતદારની હાજરીમાં મૃતક યુવકને કબરમાંથી બહાર કાઢવાની કાર્યવાહી ચાલું કરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતાં કાંતિભાઈ રાઠોડના ૧૧ વર્ષીય પુત્ર અરુણ રાઠોડને બીજી સપ્ટેમબરના રોજ રાત્રીના સમયે ઝેરી સાપે ડંખ માર્યો હતો. જેથી તેના પિતા કાંતિભાઈ રાઠોડ તથા તેના કાકા સંજય રાઠોડ જે ભુવા તરીકે ઓળખાય છે તેઓ માસુમ તરુણને દવાખાને લઈ જવાને બદલે ગામના ભાથુજી મંદિરે ઝેર ઉતારવાની વિધિ કરવા લઈ ગયા હતાં. અને બે કલાક સુઘી મંદિરે બેસાડી રાખ્યો હતો.ત્યાર બાદ તેને આમોદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો.જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આમોદ પોલીસે આજ રોજ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલાની હાજરીમાં મૃતક બાળકને કબરમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.તેમજ મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ તેમજ તેના કાકા અને ભુવા સંજય રાઠોડ સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ કરી આજ રોજ તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સમીર પટેલ
ભરુચ
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel