વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ તા. ૩૦ નવેમ્બર : સાંપ્રત સમયમાં પ્રાથમિક શાળાઓ ભૌતિક સુવિધાઓથી સજજ બનતી જાય છે. શાળાઓમાં સરકાર તરફથી કમ્પ્યુટર લેબ, લેપટોપ, સ્માર્ટ બોર્ડ, ટેબ્લેટ જેવા મોંઘાદાટ સાધનો ફાળવાયા છે. ત્યારે આ સાધનોની સુરક્ષા ખૂબ મહત્વની હોય છે. શાળાઓમાં ઘણી વાર ચોરી ચપાટીના પણ બનાવો બનતા હોય છે તો ઘણી વાર વેકેશનમાં પણ અસામાજિક તત્ત્વો દ્વારા શાળાઑમાં નુકશાન કરાતું હોય છે. ત્યારે શાળામાં આવી કોઈ અઘટિત ઘટના ન બને. અને શાળા તથા બાળકોની સુરક્ષામાં પણ વધારો થાય અને કોઈ પણ હિલચાલ પર નજર રાખી શકાય એ માટે નોખાણિયા પ્રા. શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ ગામના યુવા ઉદ્યોગપતિ અને શાળાને કાયમી ઉપયોગી થતાં ભરતભાઈ છાંગા પાસે આ બાબતે ટહેલ મૂકતા તેમના તરફથી શાળાને સેટ અપ બોક્ષ સાથે અંદાજિત રૂપિયા ૩૫ હજારની કિંમતના સી.સી.ટી.વી. કેમેરાની ભેટ આપવામાં આવી છે સાથે ફીટિંગ પણ કરી આપવામાં આવ્યું છે. આ તકે શાળાના આચાર્ય, શિક્ષક ગણ, એસ.એમ.સી. સદસ્યો અને વાલીઓએ તેમના ઉમદા કાર્યને બિરદાવી આભાર વ્યક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાતા શ્રી ભરતભાઈ છાંગા તરફથી અગાઉ પણ બાળકોને ઠંડા પાણીની સુવિધા માટે શાળાને વોટરકુલરની ભેટ અપાઈ છે.