
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
બાયડ વિધાનસભામાં નવનિર્વાચિત સરપંચો અને સભ્યોના સન્માન સમારોહ યોજાયો
બાયડ વિધાનસભાના બાયડ અને માલપુર તાલુકાના નવનિયુક્ત સરપંચો અને પંચાયત સભ્યોના સન્માન માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાયડ તાલુકાની 25 અને માલપુર તાલુકાની 17 પંચાયતોમાં યોજાયેલ ચૂંટણીઓમાં વિજયી થયેલા તમામ પ્રતિનિધિઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજરી આપી.

કાર્યક્રમમાં બાયડ વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ વિજેતા સરપંચો અને સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ પંચાયતના કાર્યક્ષેત્રે આવનારા દિવસોમાં village-level વિકાસ માટે જૂના અનુભવી સરપંચો સાથે માર્ગદર્શન અને વિચારોનું પરિચલન પણ યોજાયું.
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “દરેક ગામ વિકાસના માર્ગે દોડે એજ મારો મંત્ર છે. હું હારેલા સરપંચો અને સભ્યોને પણ જીતેલા સમાન જ માનું છું અને લોકોના હિતમાં બધાના કામ સમર્પિત ભાવથી કરવાનું મારું વચન છે.”આ પ્રસંગે ઉપસ્થિત તમામ સરપંચો અને સભ્યોને સહકાર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.





