AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની ખાપરી નદીમાં તણાઈને મોતને ભેટતા આ સગીરાનાં પરિવારને 4 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મોટી દબાસ ગામની સગીરા લલિતાબેન સોનિરાવભાઈ પવાર.ઉ.14 જેઓ આજથી  2 – 3 મહિના અગાઉ મોટીદબાસ નજીકથી પસાર થતી ખાપરી નદીનાં  ધસમસતા પાણીનાં પ્રવાહમાં તણાઈ ગઈ હતી.અને આ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયુ હતુ. જે બાદ પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.અને લાશનું પી.એમ. કરાવવામાં આવ્યુ હતુ.ત્યારે રિપોર્ટ અને તમામ વિગતો ને ધ્યાનમાં લઈને આહવા તાલુકા પંચાયત દ્વારા સરકારનાં નિયમ મુજબ દીકરીના પરિવારને સહાય પેટે ચાર લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.આજરોજ ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરી,આહવા તાલુકા વિકાસ અધિકારી યગ્નેશભાઈ અડ તથા તાલુકા પંચાયતનાં હોદેદારોની ઉપસ્થિતમાં મૃતક સગીરાનાં પરિવારજનોને 4 લાખનો સહાય પેટેનો ચેક અર્પણ કર્યા હતો..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!