વિજાપુર આનંદપુરા ચોકડી પાસે આઇશર ના ચાલકે વરના કારના પાછળ ના ભાગે ટક્કર મારતાં ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આનંદપુરા ચોકડી પાસે વરના કાર ને પાછળ ડમપ્પર ના ભાગે આઇશરે ટક્કર મારી કારને નુકશાન કરતા વરના કારના માલિકે આઇશર ના ચાલક સામે ગફલત ભરી ડ્રાયવીંગ કરી રૂપિયા 60,000/- નુ નુકશાન કર્યા બાબતની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર કલોલ ના અંકિત ભાઇ વાસુદેવ ભાઈ પટેલ અને અમદાવાદ ના તેમના મિત્ર વિક્રમભાઈ પટેલ માણસા થી પોતાની વરના કાર નંબર જીજે 18 ઇ એ 5978 લઈ તિરુપતિ ગાર્ડન જતા હતા. તે સમય આનંદપુરા ચોકડી પાસે આવતા વરના કાર ના પાછળ ના ભાગે આઇશર નંબર જીજે 23 એ ટી 8403 ના ચાલકે ગફલત ભરી ડ્રાયવીંગ કરી કારને રૂપિયા 60,000/- નુ નુકશાન કરી અકસ્માત કરતા અંકિત ભાઈ પટેલે આઇશર ના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.