BANASKANTHAGUJARAT

શ્રી પદ્મનાભ મંદિર પાટણમા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ચિંતન બેઠક યોજાઈ.

પાટણ ખાતે આવેલ શ્રી પદ્મનાભ મંદિર પરિસરમા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ગુજરાત પ્રજાપતિ સમાજના વિજયભાઈ પ્રજાપતિ,

શ્રી પદ્મનાભ મંદિર પાટણમા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ચિંતન બેઠક યોજાઈ.

ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણ ખાતે આવેલ શ્રી પદ્મનાભ મંદિર પરિસરમા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ગુજરાત પ્રજાપતિ સમાજના વિજયભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ એવમ પ્રજાપતિ સમાજના ભામાશા ભરતભાઈ પ્રજાપતિ,ઉપપ્રમુખ વસંતભાઈ પ્રજાપતિ,મંત્રી ચિંતનભાઈ પ્રજાપતિ,મહામંત્રી જયંતીભાઈ પ્રજાપતિ, શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ ના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,કન્વીન્ટર ઉમેશભાઈ પ્રજાપતિ,કોન્ટ્રાકટર નવીનભાઈ પ્રજાપતિ,પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ,શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ ના પ્રમુખ યશપાલ સ્વામી,પત્રકાર નટવર પ્રજાપતિ થરા સહીત પ્રજાપતિ સમાજની ઉપસ્થિતિમા ૧૮ મી જાન્યુઆરી ૨૦૨૬ ને રવિવારના રોજ સાંજે ચિંતન બેઠક યોજાઈ.ઉપસ્થિત મહાનુભાવોને ચિંતનભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી ચિંતનભાઈ સહીત આયોજકોએ પુષ્પગુચ્છ આપી ખેસ ઓઢાડી સન્માન કર્યું હતું.ગુજરાત પ્રજાપતિ સમાજ થલતેજ અમદાવાદ ખાતે આવેલ ગુજરાતના પ્રજાપતિઓના ગૌરવ સમી ગુજરાત પ્રજાપતિ સમાજ સંસ્થા ૧૦૧ માં વર્ષમાં પ્રવેશી રહી છે,આ સંસ્થા સેવા,શિક્ષણ અને સંગઠનના કાર્યો દ્વારા સમાજના ઉત્થાન માટે કાર્યરત છે.સાથે સાથે નારી સંમેલનો, રાષ્ટ્રીય તહેવારો,મેડિકલ કેમ્પ અને શૈક્ષણિક સેમિનારો જેવા ઉત્કૃષ્ટ કાર્યક્રમોને સહભાગીદારી થી સફળ બનાવતી સંસ્થા છે. અધતન કુમાર છાત્રાલયમાં રહીને ૫૦૦ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.૫૦૦ દીકરીઓ માટેના અદ્યતન કન્યા છાત્રાલયનું સ્વપ્ન ટૂંકમાં સાકાર થવા જઈ રહ્યું છે. પ્રજાપતિ સમાજના પ્રમુખ કેશવલાલ એસ.પ્રજાપતિના નેતૃત્વમાં ગુજરાત પ્રજાપતિ સમાજ સંસ્થા વિકાસની હરણ ફાળ ભરી રહી છે.ત્યારે આગામી ૩૧-૦૧-૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે સાંજે યોજાનાર ગુજરાત પ્રજાપતિ સમાજના મહાસંમેલન અનુસંધાને પાટણ ખાતે આવેલ શ્રી પદ્મનાભ મંદિર પરિસરમા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા એક ભવ્ય ચિંતન બેઢક યોજાઈ હતી.અનેક ચર્ચા વિચારણા બાદ સૌ પ્રજાપતિ બંધુઓ એકજૂટ થઈ આ મહા સંમેલનમાં સહભાગી બનીને સમાજની એકતા અને શક્તિનું ઉત્તમ પ્રદર્શન કરવા વિનોદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!