વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
આહવા આઇ.ટી.આઇ ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાયન્સ કોલેજ આહવાનાં આચાર્ય શ્રી અરુણ ધારીયા ઉપસ્થિત રહ્યા હતા.
આહવા ખાતે યોજાયેલ દીક્ષાંત સમારોહમાં વર્ષ ૨૦૨૨-૨૩-૨૪ માં તાલીમ પ્રાપ્ત કરીને પરીક્ષામાં ઉત્તીણ થયેલ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ તેમજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આહવા આઇ.ટી.આઇ સંસ્થાના આચાર્ય શ્રી.ડી.એસ.આહીરે સંસ્થાની માહિતી આપતા જણાવ્યું હતું કે, આઇ.ટી.આઇ સંસ્થા છેલ્લા ૪૬ વર્ષો થી ડાંગ જિલ્લામાં યુવાનોને રોજગાર તેમજ સ્વરોજગાર માટે તાલીમ પૂરી પાડી રહ્યા છે. આહવા આઇ.ટી.આઇ ખાતે કુલ ૧૩ ટ્રેડ છે. જેમાં, કોપા, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ફેશન ડિઝાઇન ટેક્નોલોજી, આર્મેચર મોટર રીવાઈન્ડીંગ, પ્લમ્બર, સુઈંગ ટેક્નલોજી, કોસ્મેટોલોજી, સરફેસ ઓર્નામેન્ટ ટેકનીશીયન, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ફીટર, મોટર મિકેનિક વ્હીકલ જેવા વિવિધ ટ્રેડ કાર્યરત છે .