વેજલપુર સુરેલી રોડ ઉપર વાનચાલકે રિક્ષાને ટક્કર મારતા દંપતી અને પુત્રી ઈજાગ્રસ્ત થયા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ
તારીખ ૨૨/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ મથકે મુળ રે. જૈતવારા મધ્ય પ્રદેશ હાલ રે વેજલપુર સુરેલી પર ઇશાક મદારી ના પ્લાન્ટ મા મજુરી કામ કરતા અનિલકુમાર રામવિશ્વાસ ઢોહર દ્વારા નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓના ભાઈ સુનીલ તેની ગર્ભવતી પત્ની કંચનબેન અને દોઢ વર્ષની પુત્રી સાથે ગોધરા દવાખાને જવા માટે રિક્ષામાં બેસીને નીકળ્યા હતા ત્યારે વેજલપુર સુરેલી રોડ ઉપર કૃષી સેવા કેન્દ્ર દુકાન સામે તેઓની રિક્ષાને જીજે ૨૩ એચ ૯૪૬૯ ના વાન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પાછળથી ટક્કર મારતા રિક્ષામા બેસેલા સુનિલને બંને પગે તથા તેની પત્ની ને ડાબા પગે અને પુત્રી ને જમણા પગે ઈજાઓ પહોંચી હતી જેઓને ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેની પત્ની અને પુત્રી ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.