ભાપી ગામ નજીક દારૂ સાથે સ્વીફ્ટ કાર પકડી, એક આરોપી ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ પોલીસે ભાપી ગામ નજીકથી એક સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 3,20,896/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન ભાપી ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતી એક સ્વીફ્ટ ગાડીને રોકવામાં આવી હતી.
તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 336 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 70,896/- આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે સ્વીફ્ટ ગાડી પણ જપ્ત કરી હતી. દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 3,20,896/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે થરાદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીની ઓળખ દિનેશભાઈ રાજપુત (રાઠોડ), રહે. ચારડા, તા. થરાદ તરીકે થઈ છે,



