ANJARGUJARATKUTCH

અંજાર મધ્યે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંજાર નગરપાલિકા અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં મા આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર ,તા-૨૪ સપ્ટેમ્બર : અંજાર મધ્યે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંજાર નગરપાલિકા અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં મા આવ્યું હતું એમાં લોકો હોંશભેર ભાગ લીધો હતો એમાં જયેશ ભાઈ પીઠડીયા આચાર્યશ્રી લાખાપર એ લોકોને સાયકલ ચલાવીને પર્યાવરણ બચાવી શકાય છે સાથે મહિનામાં કે અઠવાડિયામાં એક દિવસ પણ આપણા ધંધા રોજગાર કે નોકરી પર સાયકલથી જવાથી પર્યાવરણ બચાવી શકાય છે સ્વરછતા અભિયાન સાથે જોડાવું જોઈએ. એવી વાત કરી નિકુલભાઇ ઠક્કર કેકે એમ એસ ગર્લ્સ સ્કુલ ના શિક્ષક દ્વારા પણ પર્યાવરણ બચાવવા અંગે પણ સૂચન કર્યું કે રોજિંદા કાર્યમાં સાયકલ નો સમાવેશ કરવાથી પર્યાવરણ બચાવી શકાય છે ઋતુરાજ સિંહ સાહેબ એ પણ સ્વરછતા ઘર થી આપણે શરૂ કરીએ. એ વિશે વિચાર રજૂ કર્યો. શ્રી સ્વામી વિવેકાનંદ ના શિક્ષક સુનિલ મહેશ્વરીએ પણ પર્યાવરણ જાગૃતિ સાથે સ્વરછતા ઝુંબેશનો નગર પાલિકા દ્વારા સાયકલોથોન સાથે સ્વરછતા અભિયાન સાર્થક થાય માટે યુવાનો ને પણ જોડ્યા હતા. નગર પાલિકા દ્વારા સફાઇ અંતગર્ત સાયકલોથોન નું સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કરેલ. સાથે તેજપાલ ભાઈ નો સહયોગ સાંપડ્યો હતો.

Back to top button
error: Content is protected !!