GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા- જિલ્લા પંચાયતથી સરદાર સ્ટેડિયમ સુધી દિવ્યાંગ વ્હીલચેર રેલીનું આયોજન કરાયું

મહેસાણા- જિલ્લા પંચાયતથી સરદાર સ્ટેડિયમ સુધી દિવ્યાંગ વ્હીલચેર રેલીનું આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે માટે તમામ મતદાન મથક સ્થળોએ વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ભારતીય ચૂંટણીપંચના “સમાવેશી ચૂંટણી” ના સૂત્રને સાર્થક કરતા મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખી પહેલ કરી છે. મહેસાણા જિલ્લાના 1037 મતદાન મથક સ્થળો પર કાયમી ધોરણે વ્હીલચેરની વ્યવસ્થા કરી આગવી સિધ્ધી જિલ્લા કલેકટર એમ નાગરાજનના માર્ગદર્શનથી જિલ્લા ચૂંટણી તંત્રએ હાંસલ કરી છે.
મહેસાણા લોકસભા સામાન્ય ચૂંટણી: ૨૦૨૪ તેમજ ૨૬-વિજાપુર વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી અંતર્ગત મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારો વધુમાં વધુ મતદાન કરી શકે અને દિવ્યાંગજનોના પ્રયત્નોને અન્ય મતદારો સુધી પહોંચાડી ‘મતદાનના દિવસે અચૂક મતદાન કરાવવાના’ પ્રયાસને વધુ સુદ્રઢ બનાવવા માટે મહેસાણા શહેરમાં સુયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ડી પલસાણાની વિશેષ ઉસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગજન વ્હીલચેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જિલ્લા પંચાયત મહેસાણાથી સરદાર પટેલ સ્ટેડીયમ સુધી યોજાઇ હતી જેમાં મતદાન જાગૃતિના વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા
મહેસાણા જિલ્લામાં આ અનોખા સેવાયજ્ઞમાં સહકાર આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.મહેસાણા જિલ્લામાં 1037 મતદાન મથકોના સ્થળો પર વ્હીલચેર શિક્ષણ વિભાગને હસ્તાંતરિત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નોડલ એન.જી.ઓ. ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી જિલ્લાના તમામ મતદાન મથકોએ દિવ્યાંગજનો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત CSR અંતર્ગત CERA SANITARYWARE LTD, JRS PHARMA & GUJRAT MICROWEX PVT LTD, NK PROTENS PVT. LTD, FANIDHAR MEGHA FOOD PARK PVT LTD, DEDIYASAN IND ESTATE ASSOCIATION, AKSHAR CHEM અને OLAM FOOD INGREDIENTS INDIA PRIVATE LTD દ્વારા તમામ મતદાન મથકો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા કરવા રૂપિયા 26.26 લાખની સહાય આપવામાં આવી છે.
આ કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગજનોએ વ્હીલચેર સાથેનો સક્ષમ લોગો બનાવીને અચૂક મતદાન કરીએનો મેસેજ આપ્યો હતો. દિવ્યાંગ મતદારો સુગમતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે, એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ બન્યુ છે.
મહેસાણા જિલ્લાના ૭ વિધાનસભા મતવિસ્તારોમાં દિવ્યાંગ મતદારોની વાત કરીએ તો ખેરાલુ વિધાનસભા મતવિસ્તારમાં ૧૭૩૪, ઊંઝા વિધાનસભા મતવિસ્તારમાં ૯૨૨, વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં ૧૪૨૧, બેચરાજી વિધાનસભા મતવિસ્તારમાં ૬૫૯, કડી વિધાનસભા મતવિસ્તારમાં ૯૨૦, મહેસાણા વિધાનસભા મત વિસ્તારમાં ૨૨૯૫ અને વિજાપુર વિધાનસભા મતવિસ્તારમાં ૯૮૯ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે.
જિલ્લામાં ઓછું મતદાનની ટકાવારી ધરાવતા મતદાન મથકો ઉપર મહિલા મતદારોના મતદાનની મહત્તમ ટકાવારી વધારવા ; TG મતદારોના મતદાનની ટકાવારી વધારવા તે હેતુ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જિલ્લામાં ૮૫+ ઉંમર ધરાવતા મતદારો તેમજ ૪૦ % થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી પણ મતદાન કરી શકે છે તે અંગે હોમ વોટીંગનો બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે. સ્થળાંતર કરનાર મતદારો (Migratory Voters) પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુ નોડલ ઓફિસર Migratory Voters ની નિમણૂંક કરી સબંધિત વિભાગો મારફરે ચૂંટણીના દિવસે તેઓ માટે રજા જાહેર કરવા સૂચના આપવામાં આવેલ છે.
મહેસાણા શહેરમાં દિવ્યાંગજન વ્હીલચેર રેલી,દાતાશ્રીઓનું સન્માન અને હસ્તાંતરીત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મીન, અધિક નિવાસી કલેકટરશ્રી એસ.સી. સાવલીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક બારહટ, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ચાવડા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શેખ,મહેસાણા પ્રાંત અધિકારીશ્રી ઋતુરાજસિંહ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ. બી. મંડોરી, માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઇજનેરશ્રી ડી.આર.પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી આરતીબેન, ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!