GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં ઇડર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઇ રહે છે.. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં ઇડર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં 66.17 કરોડની વિવિધ સહાય યોજનાઓ જિલ્લા કક્ષાએથી તમામ લોકોને ફાળવવામાં આવી હતી.. તેમજ ઈડર માર્કેટયાર્ડ ખાતે 1344 લાભાર્થીઓને 2.13 કરોડથી વધારેની સહાય સ્થળ ઉપર જ અપાઈ હતી..

સાબરકાંઠાના ઇડરના માર્કેટયાર્ડ ખાતે આજે સામાજિક ન્યાય અધિકારીતા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.. જેમાં 66.17 કરોડની સાધન સામગ્રીની સહાય વિતરિત કરાઈ હતી જેમાં ઇડર માર્કેટયાર્ડ ખાતેથી જ 1344 લાભાર્થીઓને 2.13 કરોડથી વધારે ની સહાય વિતરિત કરાઈ હતી.. સાથોસાથ સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓના વિવિધ યોજનાઓના મોટાભાગના લાભાર્થીઓને આજે ઇડર માર્કેટયાર્ડ ખાતેથી ચેક વિતરિત કરાયા હતા.. જોકે જિલ્લા કક્ષાએ યોજાયેલ આ ગરીબ કલ્યાણ મેળામાં ઇડરના ધારાસભ્ય તેમજ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિત હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા તેમજ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જોકે ગરીબ કલ્યાણ મેળા દ્વારા સીધી સહાય અપાયાના પગલે મોટાભાગના લાભાર્થીઓને કરોડો રૂપિયાની સહાય સરળતાથી મળી રહી છે.. જેના પગલે સાબરકાંઠા જિલ્લાની જનતાને મોટાભાગની વિવિધ જરૂરિયાતો નો ખ્યાલ રાજ્ય સરકાર દ્વારા રખાતો હોવાની રજૂઆત કરી હતી….
જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઇ રહે છે.. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં ઇડર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં 66.17 કરોડની વિવિધ સહાય યોજનાઓ જિલ્લા કક્ષાએથી તમામ લોકોને ફાળવવામાં આવી હતી.. તેમજ ઈડર માર્કેટયાર્ડ ખાતે 1344 લાભાર્થીઓને 2.13 કરોડથી વધારેની સહાય સ્થળ ઉપર જ અપાઈ હતી…

સાબરકાંઠાના ઇડરના માર્કેટયાર્ડ ખાતે આજે સામાજિક ન્યાય અધિકારીતા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.. જેમાં 66.17 કરોડની સાધન સામગ્રીની સહાય વિતરિત કરાઈ હતી જેમાં ઇડર માર્કેટયાર્ડ ખાતેથી જ 1344 લાભાર્થીઓને 2.13 કરોડથી વધારે ની સહાય વિતરિત કરાઈ હતી.. સાથોસાથ સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓના વિવિધ યોજનાઓના મોટાભાગના લાભાર્થીઓને આજે ઇડર માર્કેટયાર્ડ ખાતેથી ચેક વિતરિત કરાયા હતા.. જોકે જિલ્લા કક્ષાએ યોજાયેલ આ ગરીબ કલ્યાણ મેળામાં ઇડરના ધારાસભ્ય તેમજ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિત હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા તેમજ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જોકે ગરીબ કલ્યાણ મેળા દ્વારા સીધી સહાય અપાયાના પગલે મોટાભાગના લાભાર્થીઓને કરોડો રૂપિયાની સહાય સરળતાથી મળી રહી છે.. જેના પગલે સાબરકાંઠા જિલ્લાની જનતાને મોટાભાગની વિવિધ જરૂરિયાતો નો ખ્યાલ રાજ્ય સરકાર દ્વારા રખાતો હોવાની રજૂઆત કરી હતી….

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!