કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ઇડર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે
*આજે કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ઇડર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે*
********
સાબરકાંઠા જિલ્લામાં આજે ઇડર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રીશ્રીમતિ ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા વહિવટી તંત્ર દ્રારા યોજાશે.
એ.પી.એમ.સી સાપાવાડાના ઇડર ખાતે તા. 27 સપ્ટેમ્બર 2024 ને શુક્રવારના રોજ સવારે 8:30 કલાકે ગરીબ કલ્યાણ મેળો મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજાશે.
આ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયા , રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલા વોરા,,પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી તુષાર ચૌધરી ઉપસ્થિત રહેશે.
અહેવાલ:- પ્રતિક ભોઈ