વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૨૪ જૂન : જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મિતેષ ભંડેરીના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાના મોખા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતડિયા ખાતે છસરા પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત ગુજરાત અન્વયે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમામાં બાળકો જ દેશનું ભવિષ્ય છે, તેથી બાળકોને આ ચિત્ર સ્પર્ધા થકી તમાકુ ખાવાથી થતાં નુકશાન માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલી શારદા મનજીભાઈ, કોલી પૂજા વેલાભાઈ, લુહાર શીરીન હાજીભાઈ, સમાં રેશમા ઈલીયાસ, ચોથાણી કિંજલ બીપીનભાઈ, કોલી મંજુલા હરીભાઈ, કોલી રસીલા હરીભાઈ સહિતના બાળકોએ ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે માતંગ જીયા કાનજીભાઈ, દ્વિતીય ક્રમે કોલી ભાવના અરજણભાઈ અને તૃતીય ક્રમે કોળી ભાવના ધનજીભાઈ વિજેતા બનનારા વિદ્યાર્થીઓ હતાં. આ દરમિયાન તાલુકા હેલ્થ કાઉન્સેલર મહેન્દ્રભાઈ વાઘેલા, સી.એચ.ઓ શ્રી અનિરુદ્ધ સોલંકી, એફ.એચ.ડબલ્યુ શ્રી સપનાબેન આહિર, આશાબેન,દર્શનાબેન રાવલ અને શાળાના આચાર્યશ્રી જેન્તિભાઈ મરંડ અને શાળાના સ્ટાફગણ હાજર રહ્યા હતાં.