વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંઅજાર ,તા-૧૨ માર્ચ : અંજાર તાલુકા પંચાયત ખાતે અંજાર તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા શ્રીમાન ગોપાલભાઈ અધેરા સાહેબ(અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી) નો ભવ્ય વિદાય સમારોહ યોજાયો.સાહેબશ્રીની ગારિયાધાર જી. ભાવનગર ખાતે બદલી થતાં તેમના કરેલા ઉત્તમ કાર્યોને બિરદાવવા અંજાર તાલુકાનાં પ્રાથમિક શિક્ષકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.તેમજ શ્રી અધેરા સાહેબનો ચાર્જ જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી આર.ડી.મહેશ્વરી સાહેબને મળતાં તેમનો પણ ઉમળકાભેર આવકાર કાર્યક્રમ યોજાયો.શ્રી અધેરા સાહેબ ત્રિસૂત્રી કાર્યને માનતા.તેમણે વિદાય ઉદબોધનમાં કહ્યું કે મારા ત્રણ નિયમ છે.(૧) રાજ્યના કર્મચારી છીએ એટલે સમગ્ર રાજ્યમાં બદલી થશે જ એ યાદ રાખવું.(૨) એક્સ વ્યક્તિના કહેવાથી વાય વ્યક્તિનું ખોટું ન કરવું.(૩)ત્રીજું અને ખૂબ મહત્વનું: જ્યાં રહો ત્યાં જે કાર્ય મળે તેને સો ટકા આપવું. સાહેબશ્રી ખૂબ જ શાંત અને વહીવટી બાબતોમાં કુશળ હોઈ અંજાર તાલુકાનાં અનેક સફળ કાર્યો કર્યા હોઈ સૌ શિક્ષકોનાં હૈયે અનેરું સ્થાન ધરાવતાં સાહેબશ્રીનો ભવ્ય વિદાય સમારોહ યોજાઈ ગયો. તમામ ગ્રુપ શાળા, વિવિધ સંગઠનો અને મંડળો તેમજ વ્યક્તિગત રીતે સાહેબને વિવિધ ભેટ સોગાદો અર્પણ કરીને સાહેબને માનભેર વિદાય અપાઈ હતી.આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ,અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ,અંજાર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ,અંજાર શિક્ષક ઉત્કર્ષ મંડળ,બી.આર.સી.ભવન,શિક્ષણ શાખા અને અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ મંડળી અને ખાનગી શાળાના સંચાલકો અને બહોળી સંખ્યામાં શિક્ષકો દ્વારા હાજર રહીને કાર્યક્રમને ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમનું સંચાલન આનંદભાઈ ભોજાણી અને આભારવિધિ જીગ્નેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી તેમ મનજીભાઈ મહેશ્વરી અને મહેશ દેસાઈની યાદીમાં જણાવાયું છે.