Rajkot: ચિત્રાવાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
તા.૨૮/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ તાલુકાની શ્રી ચિત્રાવાવ પ્રાથમિક શાળા ખાતે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ધોરણ ૮ ના બાળકોએ સ્કૂલમાં શિક્ષકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ સાથેના ૮ વર્ષના સંભારણાઓ વાગોળી સાથી વિદ્યાર્થીમિત્રોનો સ્નેહ તેમજ ગુરુજનોએ આપેલી શિક્ષા હંમેશા જીવનભર ઉપયોગી બનશે તેમ કહી શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના શિક્ષકોએ પણ બાળકોને વિદાયમાન આપી ભવિષ્યમાં વિદ્યાર્થીકાળના તમામ પડાવ પૂર્ણ કરી જીવનમા તમામ તબક્કે સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચર્યશ્રી અશોકભાઈ હરિયાણીએ કોઈ પણ બાળક આગળનો અભ્યાસ ના છોડે અને ખૂબ આગળ વધી શાળાનું નામ રોશન કરે એવી શુભકામનાઓ આપી હતી.
કાર્યક્રમના અંતે દરેક બાળકને પ્રમાણપત્ર તથા શાળાના શિક્ષકો તરફથી બોલપેન અને પેડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ઉલેખનીય છે કે, આ કાર્યક્રમમાં ગ્રુપ શાળાના ૧૫ જેટલા આચાર્યશ્રીઓ તથા સી.આર.સીશ્રી ધર્મેશભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ બાળકો, શિક્ષકો,તથા આચાર્ય શ્રીઓએ સાથે ભોજન કર્યુ હતુ.