GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લામાં તા.૧ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી.

કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૧ ઓગસ્ટ  : મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત અને સંપન્ન બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૦૧/૦૮/૨૦૨૪થી તા.૦૮/૦૮/૨૦૨૪ દરમિયાન “નારી વંદન” સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ “નારી વંદન ઉત્સવ”ના આગામી આયોજન અંગે વિગતવાર સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નારી વંદન સપ્તાહની ઉજવણીમાં જિલ્લાની વધુમાં વધુ મહિલાઓ અને કિશોરીઓ સહભાગી બને તે જોવા જણાવ્યું હતું. આ તકે મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવેએ પ્રેઝેન્ટેશન દ્વારા સપ્તાહની ઉજવણીની રૂપરેખા રજુ કરી હતી. તેમજ વિવિધ વિભાગોને સોપવામાં આવેલી કામગીરી અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં વિવિધ વિભાગના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!