MORBI:મોરબી ઝીંઝુડા પાસે મજૂર યુવાન પર બે અજાણ્યા શખ્સોનો ક્રિકેટ બેટ વડે હુમલો





MORBI:મોરબી ઝીંઝુડા પાસે મજૂર યુવાન પર બે અજાણ્યા શખ્સોનો ક્રિકેટ બેટ વડે હુમલો

મોરબી: મોરબી તાલુકાના ઝીંઝુડા ગામ પાસે ધોળા દિવસે હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મજૂરી કામ કરતા એક યુવાનને બે અજાણ્યા શખ્સોએ રસ્તામાં રોકી ક્રિકેટ બેટ વડે બેફામ માર મારતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના સોલંકીનગર (ઝીંઝુડા) વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય અશોકભાઈ લક્ષ્મણભાઈ અખીયાણી નામના યુવાને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અશોકભાઈ જ્યારે ઝીંઝુડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર:આરોપીઓએ અચાનક આવી અશોકભાઈ પર ક્રિકેટ બેટ વડે હુમલો કર્યો હતો.બેટનો જોરદાર ઘા મારતા યુવાન મોટરસાયકલ પરથી નીચે પટી ગયો હતો.યુવાન નીચે પડી ગયા બાદ પણ આરોપીઓએ તેને બેટ વડે મુંઢમાર માર્યો હતો અને ગાળો આપી હતી.આ હુમલામાં યુવાનને શરીરે ઈજાઓ પહોંચી છે. મોરબી તાલુકા પોલીસે અશોકભાઈની ફરિયાદના આધારે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ધોળા દિવસે થયેલા આ હુમલા પાછળનું કારણ હજુ અકબંધ છે, જે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.



