GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જામકંડોરણાના રાયડી ખાતે તા. ૨૦ માર્ચના રોજ નારી સંમેલન યોજાશે

તા.૧૮/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને સંકલિત બાળ વિકાસ યોજના કચેરી, જામકંડોરણાના ઉપક્રમે તા.૨૦ માર્ચના રોજ સવારે ૧૧ કલાકે ઇફકો ભવન-રાયડી ખાતે નારી સંમેલન યોજાશે.

મહિલાઓમાં નારી અદાલતની સમજ વિકસાવવા તેમજ મહિલાઓના સામાજીક પ્રશ્નોના નિરાકરણ માટે મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય, તે હેતુસર આ સંમેલન યોજાશે.

જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી અધ્યક્ષસ્થાને યોજાનાર આ સંમેલનમાં ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વલ્લભભાઈ સાવલીયા અને ઉપપ્રમુખશ્રી લાભુબેન મકવાણા, અગ્રણીઓ સર્વશ્રી કંચનબેન બગડા, શ્રી જયોત્સાબેન પાનસુરીયા, શ્રી મીરાબેન દેસાઈ, શ્રી વિજયદાન માવલ, સહિત મહાનુભાવો અને સંકલિત બાળવિકાસ યોજના અધિકારીશ્રી સોનલબેન વાળા સહિત બહેનો ઉપસ્થિત રહેશે.

Back to top button
error: Content is protected !!