BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વાગરા: દહેજની એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા, લોકોમાં ભયનો માહોલ!

સમીર પટેલ, ભરૂચ

વાગરા તાલુકાની દહેજ જીઆઇડીસી માં આગની ઘટના બનવા પામી હતી. ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે રવિવારે સાંજના સમયે વાગરાની દહેજજીઆઇડીસી ની એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાંની જાણ થતાંજ ફાયર લાશકારો ટેન્ડરો લઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. કંપનીના સતત બ્લાસ્ટ થવાને કારણે લોકો ભયભીત બન્યા છે. આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ ઉદ્દભવ્યો હતો. દહેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી આરંભી હતી.

જોકે આગ કઈ કંપનીમાં લાગી છે. તે ચોક્કસ જાણી શકાયું નથી. પરંતુ દહેજ જીઆઇડીસી ની સ્વેતાયાન કેમ્પેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આ ઘટના સર્જાઈ હોવાનું આધારભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે. આ લખાઈ રહ્યું છે. ત્યાં સુધી ઘટનામાં કોઈ જાનહાનીના એહવાલ સાંપડ્યા ન હતા. પરંતુ બિલ્ડીંગના ઉપરના માળે કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી પણ સાંપડી રહી છે. ઘટનામાં 5 થી 7 કામદારો દાઝ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. જોકે 10 જેટલા ફાયર ટેન્ડરો સ્થળ ઉપર પહોંચી ફાયર કર્મીઓ આગ બુજાવવા સાથે બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા છે. ઉપર ફસાયેલા લોકોને ક્રેનની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાની સાથે જ વાગરા મામલતદારની ટીમ પણ દહેજ જવા રવાના થઈ ગઈ છે. રાત્રે 8 કલાકે પણ આગ હજુ સુધી કાબુમાં આવી નથી.

Back to top button
error: Content is protected !!