GUJARATIDARSABARKANTHA
ખેરોજ ગામ ખાતે કે .એચ હોસ્પિટલના નિષ્ણાત તબીબી ટીમ દ્વારા નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ખેરોજ ગામ ખાતે કે .એચ હોસ્પિટલના નિષ્ણાત તબીબી ટીમ દ્વારા નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
જેમાં 200 થી પણ વધારે દર્દીઓનો તદ્દન મફત હેલ્થ ચેકઅપ અને દવાઓ પૂરી પાડવામાં આવી. જેમાં ડોક્ટર કુલદીપ શ્રીમાળી ફિઝિશિયન તથા ડોક્ટર પ્રતીક વાળા ઓર્થોપેડિક અને તેમની ટીમ દ્વારા આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. ખેરોજ પી.એચ.સી સેન્ટરના તબીબ ડોક્ટર લાજવંતી મહાવત નું કે .હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર ભાર્ગવ પટેલ દ્વારા મોમેન્ટો અને સાલ આપી અભિવાદન કરવામાં આવ્યું અને આવનાર ભવિષ્યમાં પણ આરોગ્ય ની દ્રષ્ટિએ ખેરોજ ગામ અને આસપાસના ગામના લોકોને માહિતગાર રહેવા આ પ્રકારના નિશુલ્ક કેમ્પ નું આયોજન કરતા રહીશું તેમ ડોક્ટર મિત ત્રિવેદી જનરલ સર્જન અને સુપ્રીટેન્ડન્ટ કે .એચ .હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું..
જયંતિ પરમાર સાબરકાંઠા