BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે રંગુન હોસ્પિટલ ભરૂચના સહયોગ થી મફત નિદાન કેમ્પનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.

સમીર પટેલ, ભરૂચ
આજરોજ ભરૂચ ખાતે આવેલ રંગુન જનરલ હોસ્પિટલ દ્વારા નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે જનરલ ચેકઅપ માટેના મફત નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં રંગુન હોસ્પિટલ ના ડો. જુનેદ વોહરા અને તેમના સ્ટાફે સેવાઓ આપી હતી. તેની સાથે ડો. નીરવ દીવાને પોતાની સેવાઓ પ્રદાન કરી હતી. આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે જરૂરી દવાઓ પ્રદાન કરાઈ હતી. મોટી સંખ્યામાં દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા બદલ હોસ્પિટલ ના સંચાસલકોએ ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નબીપુર સાર્વજનીક હોસ્પિટલમા અવાર નવાર આવા નિ:શુલ્ક મેડિકલ કેમ્પઓનું આયોજન થતું રહે છે.

Back to top button
error: Content is protected !!