BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વિકસિત ભારતની 11 વર્ષની સફર:ભરૂચમાં PM મોદીની સિદ્ધિઓનું પ્રદર્શન, આત્મનિર્ભર ભારતથી ડિજિટલ ઈન્ડિયા સુધીની ઝલક

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર સ્થિત સત્સંગ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓનું પ્રદર્શન યોજાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન અમલમાં આવેલી વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી છે.
પ્રદર્શનમાં આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઈન્ડિયા, આયુષ્માન ભારત અને સ્વચ્છ ભારત અભિયાન જેવી મહત્વની યોજનાઓની વિગતો દર્શાવવામાં આવી છે. સાથે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, મહામંત્રી નિરલ પટેલ અને નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત પક્ષના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશે પ્રગતિના નવા શિખરો સર કર્યા છે. તેમણે ભરૂચની જનતાને પ્રદર્શન નિહાળવા અનુરોધ કર્યો છે.

Back to top button
error: Content is protected !!