GUJARATJUNAGADH

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૫- ૨૬ અંતર્ગત આંગણવાડી પ્રવેશોત્સવ- ૨૦૨૫ ની જૂનાગઢ જિલ્લામાં ભવ્ય ઉજવણી

ભેંસાણ તાલુકાના વિશળ હડમતિયા, પાટલા અને પસવાડા ખાતે આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

જ્ઞાનનો પ્રવેશદ્વાર એટલે શાળા પ્રવેશોત્સવ, જે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો ઉત્સવ છે. આ ઉત્સવ અન્વયે આજરોજ તારીખ ૨૭-૦૬-૨૦૨૫ ના રોજ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના વિશળ હડમતિયા, પાટલા અને પસવાડા ગામ ખાતે આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આંગણવાડીમાંથી બાલવાટીકામાં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક સાધનોવાળી કીટ વિતરણ કરીને વિદ્યા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે બહોળી સંખ્યામાં ભૂલકાંઓ, વાલીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!