હાંસોટ: પ્રાથમિક શાળા સાહોલમાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી
સમીર પટેલ, ભરૂચ
પ્રાથમિક શાળા સાહોલમાં “પ્રવેશોત્સવ એ જ સમાજોત્સવ” થીમ આધારિત પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારના ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ ટી. પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના મહેમાનશ્રીઓના વરદહસ્તે દિપ પ્રાગટ્ય બાદ શાળાની બાળાઓએ સર્વ ધર્મ પ્રાર્થના રજૂ કરી હતી. શાબ્દિક સ્વાગત બાદ પુસ્તક દ્વારા મહેમાનોનું સ્વાગત શાળા આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારએ કર્યુ હતું.આ મહોત્સવમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ તેમજ એસ. એમ. સી.અધ્યક્ષના વરદ હસ્તે બાલવાટિકા તેમજ ધો. 1 ના કન્યા તેમજ કુમારને પ્રવેશકીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદશૅન કરનાર અને સૌથી વધુ દિવસ શાળામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદહસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સાહોલના મદદનીશ રસોઈયા સુમનબેન પટેલ વયનિવૃત થતાં તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.ઈશ્વરસિંહ પટેલ દ્વારા શાળાઓના શિક્ષણના સ્તરમાં થયેલા સુધારા અંગેની ચચાૅ કરવામા આવી હતી. દાતાશ્રીઓ તરફથી મળેલ ટ્રેકશૂટનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.કાયૅકમના અંતે શાળાના પ્રાંગણમાં મહેમાનશ્રીના વરદ હસ્તે વૃક્ષારોપણમાં ફળ ફળાદી, સરગવાની સાથે સિંદૂરના રોપા વાવવામાં આવ્યા હતા.શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારના ટીમવકૅથી કાર્ય કરતા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ સફળ રહ્યો હતો.આભાર વિધિ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસભાઈ પટેલએ કર્યુ હતું.