GUJARATSABARKANTHA

ડીસા ખાતે ટીસીડી ફાર્મમાં આયોજિત અલવિદા તનાવ ધ્યાન શિબિર નો આજે ભવ્ય સમારંભ થયેલ.

અહેવાલ:- પ્રતિક ભોઈ

ડીસા ખાતે બ્રહ્માકુમારીઝ આયોજિત અલવિદા તનાવ ધ્યાન શિબિર ભવ્ય આરામ
મનની વિવિધ શક્તિઓનો પ્રયોગ કરી સીબીરાથીઓની
એકાગ્રતામાં વધારો કરતા બ્રહ્માકુમારી પૂનમબેન
ડીસા -તા-૦૧-૦૨-૨૦૨૫
ડીસા ખાતે ટીસીડી ફાર્મમાં આયોજિત અલવિદા તનાવ ધ્યાન શિબિર નો આજે ભવ્ય સમારંભ થયેલ. જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન સહિત અનેક મહાનુભાવો દિપક પ્રજવલન કરી શિબિર ની શરૂઆત કરેલ.
પોતાના માનનીય વચન આપતા પ્રસિદ્ધ પ્રેરક વક્તા બ્રહ્માકુમારી પુનમબેન જણાવેલ કે વર્તમાન સમય જ્યારે માનવ મનની શક્તિ વિવિધ સમસ્યાઓને કારણે ગુમાવી રહેલ છે. ત્યારે ચિંતામુક્ત બનવા અધ્યાત્મ જીવનશૈલી અપનાવ સમયે અનિવાર્ય છે તેની એ અનેકવાર આત્મા જાગૃત માટે આત્મશક્તિની બુદ્ધિ માટે મનથી દ્રુઢ સંકલ્પ કરવાની રીત બનાવી પ્રાયોગિક ધોરણે અભ્યાસ કરાવેલ તથા જીવનમાં ખુશી આનંદને કાયમ રાખવા વારંવાર સ્વયં પ્રતેક જાગૃત બનાવીએ સર્વને પ્રેરણા આપેલ.
સીબી ની શરૂઆત ડીસા સેવા કેન્દ્ર સંચાલિત બ્રહ્માકુમારી સુરેખાબેન સર્વનૂ સ્વાગત કરી વિદ્યાલયની માનવસેવાના કાર્યોની ઓળખ આપી હતી શિબિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સીબીરાથી ઓ સાથે ચિંતામુખ જીવનશૈલી વિષય સુંદર ગીત સાથે સર્વં એ આનંદ નૃત્ય કરેલ તથા પોતાની દિન ચર્ચામાં મનની શક્તિ ને દ્રુઢ પ્રતિજ્ઞા લીધેલ કાર્યક્રમને સુંદર રીતે ચલાવી બ્રહ્માકુમારી મીડિયા‌ સંયોજક શશીકાંત ત્રિવેદી એ સર્વને ઉપસ્થિત સર્વ સીબીરાથી ઓને શિબિર નું મહત્વ સમજાવેલ ૯ ફેબ્રુઆરી સુધી સવારના ૬:૪૫ તે ૮:૧૫સુધી શિબિર ચાલુ જ રહેશે જેનો લાભ લેવા સર્વને સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!