કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે આમલી અગિયારસ નિમિત્તે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ઉજવાયો.
કડાણા તાલુકાના સરસવા ઉતતરગામે આંબલી અગિયારસ નિમિતે પૂર્વ વડાપ્રધાન સવર્ગસ્થ રાજીવ ગાંધી ની યાદ માં ભવ્ય મેળો ઉજવાયો…
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…..
આદિવાસી સમાજ મા
આંબલી અગિયારસ પાવન અવસરે મહીસાગર જીલ્લા ના કડાણા તાલુકાના અંતરીયાળ વિસ્તાર ના રાજેસ્થાન બોર્ડર પર આવેલ સરસવા ઉત્તર ગામે આદિવાસી લોકો ના ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું…
આ મેળા નું મહત્વ એ છે કે વર્ષો પહેલા પડેલા દુષ્કાળ માં અછત ની કામ ગીરી દરમિયાન વડાપ્રધાન રાજીવ ગાંધી એ 23 માર્ચ 1986 ના રોજ આંબલી અગિયારસ ના દિવસે સરસવા ગામ ની મુલાકાત લઇ સિક્ષણ રસ્તા તેમજ અનેક વિકાસ ના કામો કાર્ય હતા તે વખતથી દર વર્ષે આબલી અગિયારસ ના દિવસે નીલકંઠ મહાદેવ મંદિર માં રાજીવગાંધી નો ફોટો મૂકી તેની પૂજા અર્ચના કરી આ મેળો ઉજવાય છે.
આ મેળા માં રાજેસ્થાન તેમજ ગુજરાત ના ખૂણે ખૂણે થી આદિવાસિભાઈ બહેનો યુવાનો,વૃદધો આવે છે અને મેળા ની મજા માણે છે.
રાજીવગાંધી જયારે વડાપ્રધાન હતા તે દરમિયાન મહીસાગર જિલ્લા ના કડાણા તાલુકા ના સરસ્વા ઉત્તર ગામ ની દુષ્કાળ ની પરિસ્થિતિ માં મુલાકાત લઇ સ્થાનિક લોકો ને પાણી રોડ રસ્તા સહીત શિક્ષણ ની વ્યવસ્થા કરી આપતા આખરે ગામ લોકો માં રાજીવગાંધી ને ભગવાન નું સ્વરૂપ માનવ માંડ્યા હતા અને સરસ્વા ગામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ ના મંદિર માં રાજીવગાંધી નો ફોટો મૂકી પૂજા અર્ચના કરી પછી જ આ મેળા ની મોજ લોકો માણે છે.
આવું 1986 થી દરવર્ષે મેળા નું આયોજન કરવામાં આવે છે અને દુર દૂર રહેતા સ્થાનિક આદિવાસી લોકો મેળા ની મજા માણવા આવે છે આવી રીતે પરંપરાગત આ મેળો વર્ષો થી ઉજવાય છે અને લોકો માં પણ હર્ષો ઉલ્લાસ જોવા મળે છે .