કાલોલ કોર્ટના પ્રિન્સિપાલ જજ એફ.બી.પઠાણ સાહેબનું ભવ્ય વિદાય સમારંભ યોજાયો, મોટીસંખ્યામાં વકીલો અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા.

તારીખ ૧૧/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી એફ.બી. પઠાણ સાહેબ નિવૃત્ત થતાં, કાલોલ બાર એસોસિએશન દ્વારા કાલોલ કોર્ટ પરિસરમાં એક ભવ્ય અને લાગણીસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એડિશનલ જજ શ્રી સુદેશા ગીલ, કાલોલ બાર એસોસિએશનના પ્રમુખ એચ.એ. ગોહિલ, બાર એસોસિએશનના હોદ્દેદારો, તમામ વકીલ મિત્રો, કોર્ટનો તમામ સ્ટાફ તેમજ કોર્ટ ડ્યુટી પર તૈનાત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાનિવૃત્ત થઈ રહેલા પઠાણ સાહેબની સેવાઓને બિરદાવતા કાલોલ બાર એસોસિએશન દ્વારા તેઓને યાદગાર મોમેન્ટો (સ્મૃતિચિહ્ન) અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ વકીલ મિત્રો અને સ્ટાફે તેઓના નિવૃત્ત જીવન માટે ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની શુભકામનાઓ પાઠવી હતી. વિદાય વેળાએ ઢોલ-નગારાના તાલે પુષ્પવર્ષા કરીને પઠાણ સાહેબને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.કાર્યક્રમ સંચાલન જોઈન્ટ સેક્રેટરી કલ્પેશભાઈ સોલંકી (એડવોકેટ) દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.આભાર વિધિ: ભૂપેન્દ્રસિંહ પરમાર (એડવોકેટ) દ્વારા આયોજિત તમામ અતિથિઓ અને ઉપસ્થિત લોકોનો આભાર માનીને કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ અને સન્માનજનક વાતાવરણમાં સંપન્ન થયો હતો.







