થરા ખાતે નગરદેવી શ્રી બહુચર માતાજીના મંદિરે ભવ્ય કેરીના મનોરથનું આયોજન કરાયું હતું.
નગરદેવીશ્રી બહુચર માતાજી મંદિરે ભવ્ય કેરીનો મનોરથ,દિવ્ય દર્શન અને કેરી પ્રસાદનું પૂનમના દિવસે કરેલ ભવ્ય

થરા ખાતે નગરદેવી શ્રી બહુચર માતાજીના મંદિરે ભવ્ય કેરીના મનોરથનું આયોજન કરાયું હતું.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા જુનાગામ તળમાં બિરાજમાન નગરદેવીશ્રી બહુચર માતાજી મંદિરે ભવ્ય કેરીનો મનોરથ,દિવ્ય દર્શન અને કેરી પ્રસાદનું પૂનમના દિવસે કરેલ ભવ્ય આયોજનમા ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જાયો હતો.માતાજીને કેરીઓના આકર્ષક શણગારથી સુશોભિત કરવામાં આવતા મંદિર પરિસર ભક્તિમય તેજથી ઝળહળી ઊઠ્યું હતું.વહેલી સવારથીજ ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં માતાજીના દિવ્ય દર્શન,પૂજા-અર્ચના અને આરતીનો ભાવપૂર્વક ભાગલીધો હતો.સમગ્ર મંદિર પરિસર “જય શ્રી બહુચર માતાજી”ના જય ઘોષોથી ગુંજી ઉઠતા આધ્યાત્મિક અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું.થરા સ્ટેટ માજીરાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, હેતકરણસિંહ વાઘેલા,માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેનકિરીટભાઈ અખાણી,માઈ મંડળના રાજુભાઈ સોની,દિનેશભાઈ સોની,આર.કે.દરજી,જસુભાઈ પ્રજાપતિ (પટણી),અલ્પેશભાઈ પ્રજાપતિ,ગોપાલ ચૌહાણ સહીત ભાવિક ભક્તોએવિશાળ સંખ્યામા પધારી દર્શન- આરતી અને પ્રસાદનો લાભ લીધો હતો. ભવ્ય કેરીનો મનોરથનુંઆયોજન રાજુભાઈ સોની સહીત શ્રી માઈ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોએ તમામ ભાવિક ભક્તોનો આભાર વ્યક્ત કરેલ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530



