GUJARATHALOLPANCHMAHAL

હાલોલ શહેરમાં ઈદ-એ-મિલાદની ઉજવણીને લઈ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ,26 ઓગસ્ટે નીકળશે ભવ્ય જુલૂસ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૮.૨૦૨૬

ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હજરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મદિન (યૌમે વિલાદત) એટલે કે ‘ઈદ-એ-મિલાદ’ પર્વની ઉજવણીને લઈને હાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર વિશ્વની સાથે હાલોલમાં પણ આ પવિત્ર તહેવાર ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવશે. ઉજવણીના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી હાલોલ શહેરના વિવિધ વિસ્તારો તેમજ મસ્જિદોને મનોહર રોશનીથી શણગારવામાં આવી છે.આ પર્વના અનુસંધાને શહેરની વિવિધ મસ્જિદોમાં જિક્ર-એ-શરીફ અને મિલાદ-એ-શરીફના રોશનીસભર ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જ્યારે આગામી 26 ઓગસ્ટ, બુધવારના રોજ બપોરે 3:00 કલાકે ‘લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક’ ખાતેથી એક ભવ્ય જુલૂસ નીકળશે. આ જુલૂસ નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને પરત લીમડી ફળિયા ખાતે આવીને સંપન્ન થશે.જ્યારે જુલૂસના સમાપન બાદ ‘રઝા યંગ સર્કલ’ દ્વારા ભવ્ય ‘નિયાઝ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા પ્રસાદનો લાભ લેશે.પવિત્ર ઈદ-એ-મિલાદના આ ઉત્સવને લઈને હાલોલના મુસ્લિમ સમાજમાં ભારે થનગનાટ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!