BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચના વોર્ડ નંબર 6માં ધારાસભ્યએ વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું, વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના જન્મ દિવસના ભાગરૂપે મકતપુર ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિરે મંત્રોચ્ચાર સાથે પૂજા,અર્ચના આરતી કરી મકતપુર સ્થિત શ્રવણ વિદ્યામંદિરના બાળકો સાથે કેક કટિંગ કરી વિદ્યાર્થીઓને સ્કૂલબેગ સહિતની સ્કૂલ કીટનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ વોર્ડના 6 વિવિધ લોક સુખાકારીના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતાં.
જેમાં ભરૂચ શહેર મકતપુર વિસ્તારમાં આવેલા રૂ.24.76 ના ખર્ચે સીટી સિવેક સેન્ટરની ફરતે દિવાલ બનાવવા તથા બ્લોક, સિદ્ધિવિનાયક મંદિરની સામેના રૂ.13.57ના ખર્ચે ચોકમાં પેવર બ્લોકની કામગીરી સહિતના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતા. આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફીસર હરેશ અગ્રવાલ, પ્રમુખ વિભૂતિ યાદવ,ઉપ પ્રમુખ અક્ષર પટેલ,વોર્ડ નંબર 6ના હેમુ પટેલ, વિશાલ વસાવા સહિતના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



