BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
જે.એસ.એસ ભરૂચ ખાતે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીનાં ભાગરૂપે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
સમીર પટેલ, ભરૂચ
ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપીત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા વન વિભાગ દ્વારા આર.એફ.ઓ શ્રી ડિ.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીનાં ભાગરૂપે ફોરેસ્ટરશ્રી એ.પી.યાદવ તથા સોશ્યલ ફોરસ્ટ્રીનાં વનરક્ષક શ્રી વી.યુ.zચોહાણ તથા વનરક્ષકશ્રી કુ. એલ.એન.વસાવા દ્વારા તાલીમાર્થી બહેનોને વન્યજીવો વિશે માહિતી પુરી પાડી હતી તેમજ કરૂણા હેલ્પ લાઈન ૧૯૬૨ તથા વન્યજીવ હેલ્પ લાઈન ૧૯૨૬ વગેરેનાં મહ્ત્તમ ઉપયોગ અને કામગીરી વિશે જાણકારી પુરી પાડી હતી.
જે.એસ.એસ ભરૂચ ખાતે આ કાર્યક્રમ આયોજીત કરવા માટે નિયામકશ્રી ઝ્યનુલ સૈયદ દ્વારા તેમને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.