વિજાપુર ભાવસોર રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ ખાતે રોજગાર ભરતીમેળા નું આયોજન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભાવસોર રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ ખાતે સ્કીલ સોર્સ કન્સલ્ટન્સી દ્વારા મલ્ટીનેશનલ અને નામાંકિત કંપની સુઝુકી મોટર ગુજરાત પ્રા.લી. ને ભરતીમેળા માટે આમંત્રિત કરવામાં આવી હતી.તેમાં સંસ્થાના તેમજ આસપાસની આઈ.ટી.આઈના તાલીમાર્થીઓ ભરતીમેળામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૭૫ જેટલા તાલીમાર્થીઓ ની કંપની ખાતે ૨૩૩૦૦-/રૂ ના પગારધોરણ સાથે પસંદગી થવા પામી હતી. ભરતીમેળાનું આયોજન સંસ્થાના આચાર્ય ફોરમેન ઇન્સ્ટ્રેક્ટર પ્લેસમેન્ટ તેમજ એપ્રેન્ટીસ શાખાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.