
25 માર્ચ 2026
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
હાલના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા પેટ્રોલ અને ડીઝલ અંગે ફેલાયેલી અફવાના કારણે મોટાભાગના પેટ્રોલ પંપ પર માણસોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે આવા સમયમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામે આવેલ વસુંધરા પેટ્રોલ પંપ પર ખુબ સારી વ્યવસ્થા જોવા મળી છે. જયાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા આવતા તમામ વ્યકિતઓને પેટ્રોલ અને ડીઝલની અછત નથી તેવું સમજાવવામાં આવે છે.
તમામ ગ્રાહકોને શાંતિથી જરૂરીયાત મુજબનું પેટ્રોલ ડીઝ મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે. તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે છતર ગામના સ્વયંસેવકો ઉત્સાહ પૂર્વક સહકાર આપી રહ્યા છે. આ કાર્યમાં છતર ગામના સરપંચ જીતુભાઈ, રમીઝભાઈ મલેક, કીરીટભાઈ ચંદ્રપાલ, અબ્દુલભાઈ મલેક તથા આમીરભાઈ સહિત કાર્યકરો કામગીરી સંભાળી રહ્યા છે.




