DAHODGUJARAT

દાહોદ નવજીવન ગર્લ્સ હાઇસ્કુલ ખાતે જિલ્લા આયુર્વેદ અધિકારી, દાહોદના માર્ગદર્શન હેઠળ “કિશોરી સશક્તિકરણ” સેમિનાર યોજાયો

તા.૨૮.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નવજીવન ગર્લ્સ હાઇસ્કુલ ખાતે જિલ્લા આયુર્વેદ અધિકારી, દાહોદના માર્ગદર્શન હેઠળ “કિશોરી સશક્તિકરણ” સેમિનાર યોજાયો

પંચસુત્ર- સ્વચ્છતા-પોષણ- સ્વાસ્થ્ય-શિક્ષણ-સુરક્ષા બાબતે અપાયું માર્ગદર્શન નિયામક , આયુષ કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગાંધીનગરના નિદર્શનમાં અને જિલ્લા આયુર્વેદ અધિકારી-દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન ગર્લ્સ હાઇસ્કુલની વિર્ધાથીનીઓ માટે “કિશોરી સશક્તિકરણ” સેમિનાર યોજાયો. તરૂણી આયુષ બ્રિગેડ વડોદરા પ્રોજેક્ટની સફળતા વડોદરા પછી દાહોદ જિલ્લામાં પણ તરૂણીઓને સક્ષમ સશક્ત અને સમૃધ્ધ બનાવવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું આ સેમિનારમાં તરૂણીઓને મુખ્ય પાંચ વિષયો- તરૂણી સ્વાસ્થ્ય-(શારીરિક માનસિક સામાજિક દ્ર્ષ્ટિ, તરૂણી પોષણ-(ઋતુ મુજબ યોગ્ય આહાર), તરુણી સ્વસ્છતા-(સ્વચ્છતા, સ્વાસ્થ્ય તથા માસિક ધર્મ માર્ગદર્શન), તરૂણી શિક્ષણ-(આત્મનિર્ભરતા તથા માર્ગદર્શન) તથા તરૂણી સુરક્ષા-(સ્વબચાવ તથા સ્વવિકાસ) વિષયો પર જાણકારી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારત સરકારના BBBP ( બેટી બચાઓ બેટી પઢાઓ) અભિયાનને મજબૂત બનાવવા તેમજ તરૂણીઓના ગૌરવ અને સમાનતાને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ધોરણ ૯ અને ૧૧ ની અંદાજીત ૫૦૦ થી વધુ વિર્ધાથીનીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.શાળાની વિદ્યાર્થીનીઓને આયુષના સિદ્ધાંતો સમજાવી સાચી અને સારી આદતો કેમ કેળવવી, માનસિક સ્વાથ્યની કાળજી કેવી રીતે રાખવી, ધારણીય અને અધારણ્ય વેગોનું નિયંત્રણ કેવી રીતે કરવું, સર્વગ્રાહી પોષણ સિંધ્ધાત તથા તેનું મહ્ત્વ સ્વાસ્થ્ય-સ્વચ્છતા-શિક્ષણ અને સુરક્ષા બાબત જરૂરી માર્ગદર્શન તેમજ વર્તમાન સમયમાં સોશ્યલ મિડીયાના અતિરેકથી કેવી રીતે બચવું અને પોતાના નિર્ણય જાતે લેવા અને સક્ષમતા કેળવવા માટે આહાર-વિહાર-સદવૃત આદિની સંપુર્ણ માહિતી આપી જેમાં વિદ્યાર્થીનીઓનું એક ગ્રુપ બનાવી તેમને તાલીમ આપી તૈયાર કરી તેમના દ્વારા બાકીની વિદ્યાર્થીનીઓને તાલીમ આપવાની અને સક્ષમ કેમ બનાવવા તેનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્ર્મને સફળ બનાવવા નવજીવન ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્ય રાગીણીબેન પટેલ, નવજીવન સંકુલ કેમ્પસ ડાયરેક્ટર રાજ પટેલ તથા શાળાના શિક્ષકોનો ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે દાહોદ ઇજનેરી કોલેજની ૩ વિદ્યાર્થીનીઓ પ્રેરણા આપવા ઉપસ્થિત રહી હતી.જિલ્લા આયુર્વેદ અધિકારી,દાહોદ ડૉ.સુધીર જોશી દ્વારા વિદ્યાર્થીનીઓમાં નેતૃત્વ શક્તિ વધે, નિર્ણય શક્તિ મજબુત બને, શારીરીક-માનસિક સ્વાસ્થ્યનું સંવર્ધન થાય, વિદ્યાર્થીનીઓનું આત્મ સન્માન અને ગૌરવ જળવાય, તેઓ આયુષના સિધ્ધાંતો અપનાવી સશક્ત-સક્ષમ અને સમૃધ બને તે માટે આ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને અન્ય શાળાઓને આ પ્રકારના સશક્તિકરણ કાર્યક્રમો કરવા અનુરોધ પણ કરેલ છે

Back to top button
error: Content is protected !!