ભાવનગર જીલ્લા નું ઐતિહાસિક મહાઅધિવેશન યોજાયું: મોટીસંખ્યામાં પત્રકારો ઉમટ્યા..
ભાવનગર જીલ્લા નું ઐતિહાસિક મહાઅધિવેશન યોજાયું: મોટીસંખ્યામાં પત્રકારો ઉમટ્યા..
રાજવી પરિવાર ના યુવરાજ સાહેબ ની હાજરી, કેન્દ્રીય મંત્રી,ધારાસભ્યો,જિલ્લા પ્રમુખો,મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત રહ્યા હાજર..
સમાજ શ્રેષ્ઠીઓ,ઉદ્યોગપતિઓ, સંસ્થાના વડાઓ ની હાજરી પત્રકારોના ઉત્સાહ માં વધારો..
11 જેટલા વિશિષ્ઠ વ્યક્તિઓ ના સન્માન પત્રકાર એકતા પરિષદ ના અધિવેશન માં..
સાબરકાંઠા જિલ્લા માં થી ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા જિલ્લા મંત્રી રાકેશભાઈ પટેલ ઓમભાઈ મલેશિયા સાબરકાંઠા પ્રમુખ મેહુલ પટેલ જ્હોન પ્રભારી મનોજભાઈ રાવલ તલોદ તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ ઉપાધ્યાય હિંમતનગર સમિતિ હોદ્દેદાર આર. બી રાઠોડ જિલ્લા મહામંત્રી કૃષ્ણવદન સિંહ પુવlર કેતનભાઇ ભાટી ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
પત્રકારો ને સાચા અર્થમાં એક કરી તેમના પ્રાણ પ્રશ્નો ને વાચા આપતું ગુજરાત રાજ્ય નું એક માત્ર શિસ્તબદ્ધ સંગઠન કે જે ગુજરાત રાજ્યનાં દસ હજાર જેટલા પત્રકાર પરિવાર જોડી ને એક આગવી એક્તા ઉભી કરી છે, ત્યારે સંગઠનના ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહાઅધિવેશન જીલ્લા મથક ખાતે આવેલ અટલબિહારી વાજપેયી હોલમાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તથા સરકારી અધિકારીઓ સહિત પત્રકારો હાજર રહ્યા હતા
ત્યારે સૌ પ્રથમ દિપ પ્રાગટય કરી ને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ ભાવનગર જીલ્લા પ્રમુખ દ્વારા તમામ નું શાબ્દિક સ્વાગત કર્યું હતું.. તેમજ ઉપસ્થિત મહાનુભાવો નું પણ સમૃતિભેટ તથા બુકે આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાન અને ભાવનગર સ્ટેટના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ દ્વારા પત્રકારો ને અનુલક્ષીને સંબોધન કર્યું હતું તેમજ કાર્યક્રમમાં ખાસ દિલ્હી જવાનું ટાળી ને અધિવેશનમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાભણીયાએ જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ દરેક જીલ્લા તથા તાલુકાઓમાં એક થયું છે, જે ગર્વ ની વાત છે ત્યારે આનંદ પણ એ વાતનો છે કે સંગઠનનું નામ જ એકતા આપવામાં આવ્યું છે. ત્યારે ખબર પડે કે આ સંગઠન એક્તા ને વરેલું છે. અને વધુમાં જણાવ્યું પત્રકાર એ સમાજ અને સરકાર વચ્ચે ની કડી છે સરકાર ની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે પત્રકાર નો સિંહ ફાળો રહેલો છે, તેમજ ભાવનગર ના પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું ત્યારે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા (દાદા) એ ઉપસ્થિત પત્રકારો ને અને આગેવાનો ની હાજરીમા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માં પત્રકારોને પુરતી સુવિધાઓ મળતી નથી, અને આગાઉ જે હતી તેમાંથી પણ ઘટાડવામાં આવી છે, ત્યારે આ બાબતે સરકાર સમક્ષ પત્રકારો ના વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવી હતી, જેનો ઉકેલ પણ ટુંક સમયમાં જ આવી જશે તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણું સંગઠન શિસ્ત ને વરેલું છે આ સંગઠન માં શિસ્તબદ્ધ પત્રકારો જોડાયેલા છે, ત્યારે આગામી સમયમાં પણ વધું પત્રકારો જોડાશે અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ મા પણ સ્થાન મેળવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ ના અંતે ભાવનગર પત્રકાર એકતા પરિષદ દ્વારા સમાજના સેવાભાવી શ્રેષ્ઠીઓનુ પણ સન્માન કરી એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ નવનિયુક્ત હોદ્દેદારો ને નિમણૂક પણ એનાયત કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રદેશ હોદ્દેદારો ના સન્માન બાદ વિવિધ જીલ્લા ટીમો દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દાદા નું સન્માન કરાયું હતું ત્યારબાદ છેલ્લે હાજર તમામ પત્રકારો સહિત ના લોકો દ્વારા જેના અન્ન ભેળા એના મન ભેળા ઉકિત અનુસાર સ્વરૂચી ભોજન લીધા ભાવનગર જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તમામ પત્રકારો ને ગિફ્ટ આપી સન્માન કરાયું હતુ ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં એન્કરિગ તરીકે પ્રકાશભાઈ નાડોદા પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ રહ્યા હતા
અહેવાલ:- પ્રતિક ભોઈ