આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે મોટીવેશન કાર્યક્રમ યોજાયો
1 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના સભામાં મોટીવેશન કાર્યક્રમ યોજાઈ ગયો. મોટીવેશનલ વક્તા તરીકે પધારે શ્રી બી.એસ.ચૌધરી જેઓ નિવૃત્ત અધ્યાપક તથા નિવૃત્ત અધિકારી, ઈન્ડિયન એરફોર્સ અને અંગ્રેજી, સંસ્કૃત, ફિલોસોફી વગેરે વિષયોમાં અનુસ્નાતક પદવી ધરાવનાર એવા તજજ્ઞશ્રીને કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી અને આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ શાલ અને પુસ્તક અર્પણ કરી સન્માનિત કર્યા હતા. પધારેલ મહાનુભાવે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને મગજની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા, મનોવિજ્ઞાન, ફિલોસોફી, હકારાત્મક અભિગમ વગેરે વિષયોમાં રોચક પ્રવચન આપી વિદ્યાર્થીઓને અભિભૂત કર્યા હતા. તથા ‘હકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસને જીવન સમૃદ્ધિનો મંત્ર’ બનાવવા વિદ્યાર્થીઓને પ્રેરણા પણ આપી હતી. વિદ્યાર્થીઓ પણ આ મોટીવેશન કાર્યક્રમથી ઉત્સાહિત થયા હતા.



