BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં દારૂની હેરાફેરી:કસક સર્કલ પાસેથી રિક્ષામાંથી ₹35 હજારનો વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસે કસક સર્કલ નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક રિક્ષા પકડી પાડી છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે એક રિક્ષામાં લગેજ બેગમાં વિદેશી દારૂ લઈને ભોલાવ બસ ડેપોથી દુબઈ ટેકરી તરફ જવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસે કસક સર્કલ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ રિક્ષાને રોકીને તપાસ કરતા તેમાંથી બે બેગમાં વિદેશી દારૂની 50 બોટલ મળી આવી હતી.
પોલીસે આ કેસમાં મોદી ફળિયામાં રહેતા રામ અવતાર ચુનનારામ ઉર્ફે રામ પ્રસાદ યાદવની ધરપકડ કરી છે. પોલીસે ₹35,000નો વિદેશી દારૂ, ₹80,000ની રિક્ષા અને ₹10,000નો મોબાઈલ ફોન મળી કુલ ₹1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે આ દારૂનો જથ્થો તેને દુબઈ ટેકરી વિસ્તારમાં રહેતા બુટલેગર નવીન વસાવાના માણસ પાસેથી મળ્યો હતો. તે આ દારૂ દુબઈ ટેકરી વિસ્તારમાં પહોંચાડવા જઈ રહ્યો હતો. પોલીસે હવે બુટલેગર નવીન વસાવાની શોધખોળ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!