ડભોઇ તાલુકાના બાણજ તરફ નર્મદા કેનાલ પર જીવંત નવજાત શિશુ મળી આવ્યું.
કોઈ પ્રસુતા ડિલિવરી પછી બાળકને ત્યજી દઈને કેનાલ પર બિન વારસી હાલતમાં છોડી જતી રહી.
ઘટના ની જાણ 108 એમ્બ્યુલન્સ મોટા ફોફળિયા ને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને ચાલુમાં સારવાર આપી મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય હોસ્પિટલમાં બાળ નિષ્ણાત ડોક્ટરની નિગરાણી હેઠળ સોપેલ છે.
આજરોજ તારીખ 31 જુલાઈ 2024 ના રોજ મોટા ફોફળિયા મુકામે સવારના 11 વાગે 108 એમ્બ્યુલન્સ ઉપર મેસેજ આવ્યો હતો કે ટીંબરવા થી બાણજ નર્મદા કેનાલ ઉપર કોઈ અજાણી વ્યક્તિએ તાજુ જન્મેલ બાળક તરછોડી દીધેલ છે.
તેથી આ બાળક ને લેવા આવો, તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ના પાયલોટ મહેન્દ્રસિંહ ડોડિયા અને ઇ એમ ટી સૌરભભાઈ વણકર ગણતરીની મિનિટમાં સ્થળ પર પહોંચી ગયા હતા અને તાજા જ જન્મેલા બાળકને જરૂરી સારવાર અને કેર કરતાં મોટા ફોફળિયા શ્રી સી એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાત તબીબ ડોક્ટર નીરવ પટેલની નિગરાણીમાં સોંપેલ છે.
સામુહિક આરોગ્ય કેન્દ્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે બાળકનું વજન 2 કિલો 300 ગ્રામ છે અને તે તંદુરસ્ત છે અને પુરા મહિને કદાચ આ કેનાલ ઉપર જ ડીલીવરી કરાયેલ છે, નાળ પણ કાપેલ નથી, અને બાળકને ત્યજી દેવામાં આવેલ છે કારણ કે સ્થળ પર પ્રેસેન્ટાના ચિન્હો દેખાય આવ્યા હતા 108 એમ્બ્યુલન્સ ના પાયલોટ તથા ઈ એમ ટી ની સમય સૂચકતાથી આ બાળકને સમયસર મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવાથી બાળકની જિંદગી બચી ગયેલ છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર