ભરુચ: એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો…
સમીર પટેલ , ભરૂચ
વિવિધ વિસ્તાર ના રહીશો, અગ્રણીઓની ટ્રાફિક તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે રજૂઆત કરી, જિલ્લા પોલીસ વડાએ રજૂઆતોને ધ્યાને લઈ નિવારણ માટેની ખાતરી આપી
ભરુચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનના અંતિમ દિને નવનિર્માણ પામેલા ગેટ નું લોકાર્પણ કરાયું હતું સાથેજ લોકદરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ની અધ્યક્ષતામાં કરવાંમાં આવ્યું હતું.
ભરુચ શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબાર માં વિવિધ વિસ્તાર ના રહીશો, અગ્રણીઓ, પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શહેર ની ટ્રાફિક સમસ્યા, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી. વિવિધ સમસ્યાઓના નિવારણ માટે રજૂઆતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને સૂચનો ને ધ્યાને લઈ તેના નિવારણ માટે તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટે ના અમલ કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી.