
તા.૦૩.૦૯.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Garbada:ગરબાડા તાલુકાના ઝરીબુઝર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારી મહિલા સરપંચ સામે મોટી કાર્યવાહી,હોદ્દા પરથી કરાયા દૂર
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર મામલે જીલ્લા વિકાસ અધિકારીએ લાલ આંખ કરી છે. વિકાસના કામોમાં મોટી ગેરરીતિ આચરવા બદલ મહિલા સરપંચ નર્મદાબેન માવી સામે કડક કાનૂની કાર્યવાહી કરીને તેમને સરપંચ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.મુખ્ય હાઇલાઇટ્સ:સ્થળ પર કામ જ ન થયા: તપાસમાં ખુલાસો થયો છે કે પંચાયતના પાંચ જેટલા વિકાસ કામો સ્થળ પર બિલકુલ થયા જ નહોતા.લાખો રૂપિયાની ઉચાપત: કામ કર્યા વિના જ કાગળ પર કામ દર્શાવીને લાખો રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું.કલમ ૫૭(૧) હેઠળ એક્શન: ભ્રષ્ટાચારનો અહેવાલ તાલુકા વિકાસ અધિકારી (TDO) એ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને સોંપ્યા બાદ, ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૫૭(૧) હેઠળ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.તાત્કાલિક અમલ: જીલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટે મહિલા સરપંચને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવાનો હુકમ કર્યો છે.આ કડક આદેશને પગલે પંથકના અન્ય ભ્રષ્ટાચારી તત્વો અને વહીવટદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે



